વાડીમાં ફુવારનું પાણી ઉડતા શેઢા પાડોશીઓ યુવાન ઉપર તૂટી પડયા 

- text


હળવદના ચરાડવા ગામના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે બાજુની વાડીમાં ફુવારાનું પાણી ઉડતું હોય શેઢા પાડોશી પરિવારે એક સંપ કરી યુવાનને બેફામ માર મારી છરીના ઘોદા મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને ઇશ્વરનગર ગામના રસ્તે વાડી ધરાવતા ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ સોનાગ્રા નામના યુવાનની વાડીમાંથી ફુવારાનું પાણી બાજુની વાડીમાં ઉડતું હોવાથી આરોપી ગણેશભાઇ શીવાભાઇ દલવાડી, અક્ષયભાઇ ગણેશભાઇ દલવાડી, નીલેશભાઇ ગણેશભાઇ દલવાડી, કંચનબેન ગણેશભાઇ દલાવાડી તથા નીલેશભાઇની પત્નીએ એકસંપ કરી ધર્મેન્દ્રભાઈ ઉપર હુમલો કરી ધારીયા, ધોકા વડે માર મારી છરીના ઘોદા મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૪૪૭.૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text