મોરબીના રાજપર નજીક ઇકો હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત

- text


મોરબી : મોરબીના રાજપર નજીક બાઈક લઈને જઈ રહેલા અમિત શામજીભાઈ અંદરપા ઉ.32 નામના યુવાનને ગત તા.5 ડિસેમ્બરના રોજ ઇકો કાર નંબર જીજે – 36 – એએફ – 2401ના ચાલકે પાછળથી ઠોકર મારતા અમિતભાઇને પાસળી અને મણકાના ભાગે ઇજાઓ પહોચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text