વાંકાનેરઃ ભેરડા સરકારી હાઈસ્કૂલ ખાતે વ્યસન જાગૃતિ અંગે ચિત્ર/નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ

- text


વાંકાનેરઃ મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લુણસરના સહયોગથી ભેરડા સરકારી હાઈસ્કૂલ ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વ્યસનની જાગૃતિ અંગે ચિત્ર/નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ હતી.

તમાકુ નિષેધ ચિત્ર હરીફાઈમાં ૩૪ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આથિક અસરો વિશે ચિત્ર મારફત ચીત્રણ કરી દર્શાવતા વિવિઘ ચિત્ર તૈયાર કર્યા હતા. તેમાંથી વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવ્યા હતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા. સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર ડો.વીભુતી રાજવીર અને મેડિકલ ઓફિસર ડો.જાવેદ મસાકપુત્રાએ તમાકુના દૂષણથી થતા રોગ વિષે માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ભાવેશભાઇ ભાલોડીયા તથા તમામ સ્ટાફગણ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઈ અને RBSK ટીમ હાજર રહી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ માથકીયાભાઇએ કરી હતી.

- text

 

- text