ટંકારાના હરબટીયાળીની શાળામાં કક્કો શીખવાડવાનો નવતર પ્રયોગ, જુઓ વીડિયો

- text


ટંકારા : ટંકારાની હરબટીયાળીની સરકારી પ્રાથમિક શાળાએ ખરા અર્થમાં ભાર વગરના ભણતરની પહેલ કરી છે. જેમાં આ શાળાના શિક્ષકોએ બાળકોને કક્કો શીખવાડવા માટે નવતર પ્રયોગ કર્યો છે.

હરબટિયાળી શાળાના શિક્ષક જી.એમ.સાંચલા દ્વારા બાળકોને હર હર શંભુ ભોળા ધૂનના રાગમાં કક્કો શીખવાડવા માટે ગીત બનાવ્યું છે. આ ગીતમાં પહેલા બાળકોને કક્કાના જુદા જુદા અક્ષરો લખીને કાગળમાં આપી ગીતમાં જે જે અક્ષરનો સ્વર આવે એમ એ અક્ષર જેની પાસે હોય એ બાળક ઉભો થઈને ગીત ગાય છે. આ રીતે બાળકને કક્કો શીખવાની ખૂબ જ મજા પડે છે અને સરળતાથી કક્કો શીખી જાય છે. જો આવી જ રીતે આજની શિક્ષણ પ્રથામાં રમતા રમતા ભણવાનો આવો જ પ્રયોગ અજમવામાં આવે તો બાળકોને ક્યારેય ભણતરનો ભાર નહિ લાગે.

- text

- text