મોરબી ડીડી ગ્રુપ દ્વારા ગરમ કપડા, ધાબળા વિતરણ

- text


મોરબી : મોરબીમાં લોકો પાસેથી એકત્રિત કરી ડીડી ગ્રુપ દ્વારા ગરમ કપડા, સાલ, ધાબળા વિતરણ કરી માનવતા વાદી કાર્ય કરી રહ્યું છે.

શિયાળાની કડકડતી ઠંડીમાં મોરબીના ડીડી ગ્રુપ એ એક માનવતાવાદી અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત કોઈપણ લોકો પોતાની પાસે રહેલા ગરમ કપડા, સાલ, ધાબળા આપી સહયોગ આપી શકે છે. ગ્રુપમાં જોડાયેલા સાતથી આઠ જેટલા વિદ્યાર્થીઓ જે-તે લોકો પાસે રહેલા ગરમ કપડા, સાલ, ધાબળા વગેરે એકત્ર કરી જરૂરિયાત મંદ લોકોને પહોંચાડી રહ્યા છે. આ અભિયાનમાં સહયોગ આપવા ઇચ્છતા લોકો પોતાનું એડ્રેસ જય સંઘાણી (94996 76929) અથવા સાહિલ કડીવાર (82389 12634) ના નંબર પર વોટ્સએપ કરી શકે છે. જેથી આ સેવાભાવી વિદ્યાર્થીઓ તમારા ઘરે આવી કપડાં, ધાબળા વગેરે લઈ જશે.

- text

- text