મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સોમવારે હદયરોગ, બ્લડ પ્રેશર અને કેન્સરનો ફ્રી નિદાન કેમ્પ

 

સ્ટર્લિંગ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ અનેક સારવાર અને સર્જરી નિઃશુલ્ક થઈ શકશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગામી સોમવારના રોજ હદયરોગ, બ્લડ પ્રેશર અને કેન્સરનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવનાર છે. જેનો લાભ લેવા લોકોને જાહેર અપીલ કરાઈ છે.

મોરબીના શનાળા મેઈન રોડ ઉપર કાર્યરત ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા તા.12 ડિસેમ્બરને સોમવારના રોજ સવારે 10:30થી 12:30 દરમિયાન નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં હદયરોગની તકલીફો, બ્લડ પ્રેશર ( લોહીનું ઊંચું તથા નીચું દબાણ) તેમજ કેન્સરની તકલીફોનું પ્રાથમિક નિદાન કરી આપવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે દર્દીઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી સારવાર તથા સર્જરીનો લાભ આયુષ્માન કાર્ડ હેઠળ લઈ શકશે. જેમાં નિઃશુલ્ક કાર્ડિઓલોજી ( હદયરોગની સારવાર), કાર્ડિઓવાસ્કયુલર અને થોસેસિક સર્જરી ( હદયરોગની સર્જરી), કેન્સરની સર્જરી, રેડિએશન થેરાપી, કિમોથેરાપી કાર્ડ હેઠળ નિઃશુલ્ક થઈ શકે છે.

આ કેમ્પમાં સ્થળ ઉપર જ દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. 9428467271 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.