જબલપુરની ન્યુ વિઝન સ્કૂલમાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


ટંકારા : આજ રોજ તારીખ 9 ડિસેમ્બરના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સયુંકત ઉપક્રમે જબલપુર ખાતે આવેલી ન્યુ વિઝન સ્કૂલમાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ ૯ અને ૧૧ના કુલ ૮૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ દર્શાવતા વિવિધ આબેહુબ ચિત્રો દોર્યા હતા.

આ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર પર હાપલીયા યશ્વી ડી. તથા દ્વિતીય નંબરે જાડેજા દક્ષરાજ એલ. તથા તૃતીય નંબર પર ગોધાણી વિશ્વા એચ. વિજેતા બન્યા હતા. વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને દરેક વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં શાળા આરોગ્ય પ્રોગ્રામના કો-ઓર્ડિનેટર દીપકભાઈ કૈલા, ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ પટેલ, તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન, એમ.પી.એચ.ડબ્લ્યુ નવનીત રાઠોડ તથા આર.બી.એસ.કે. ડોક્ટર ટીમ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય દિલીપભાઈ બારૈયા અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text

- text