રવિવારે મોરબીમાં શેરડી અને ફૂલછોડનું રાહત દરે વિતરણ

- text


મોરબીઃ નવરંગ નેચર ક્લબ- રાજકોટ દ્વારા આગામી રવિવારે મોરબીમાં શાની, કાળી પોચી શેરડી, વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવનાર છે.

નવરંગ નેચર ક્લબ- રાજકોટ દ્વારા 11 ડિસેમ્બર ને રવિવારના રોજ મોરબીના ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે સવારે 8-30 થી બપોરે 1 વાગ્યા સુધી શાની, કાળી પોચી શેરડી, વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ કરાશે. વિતરણ સ્થળ પરથી હાથે ખાંડેલ દેશી ઓસડિયા જેવા કે સરગવા પાવડર, ડોડીનો પાવડર, ત્રિફળા, હરડે, અશ્વગંધા, સતાવરી, બાવચી, અરડૂસીના પાન, મીઠા લીમડાના પાન, સૂંઠ, સિંધાલૂણ, સંચળ વગેરે મળશે. આ ઉપરાંત અળસિયાનું ખાતર અને કોકોપીટનું ખાતર, કાળા અને સફેદ તલની શાની, સિંગતેલ, તલનું તેલ, કાળી પોચી શેરડી, પ્યોર મધ, માટીના કુંડા, તાવડી, દેશી હાથ ઘડાવ માટીના પાટિયા, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, વિવિધ જાતના કઠોળ, વિવિધ જાતના શાકભાજીના બિયારણો, વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. સાથે જ બ્લૂ ક્રોટન, મધુકામિની, ગલગોટા, મરી, નાગરવેલ, જેસટોફર, પારસ, મહાગુની, જાસૂદ, મોગરા, રસૂલીયા, બહુનીયા વગેરે રોપાનું રાહત દરે વિતરણ કરાશે. વધુ માહિતી માટે લવજીભાઈ પ્રજાપતિ (મો.નં. ૯૯૨૫૩ ૬૯૪૬૫) અને વી.ડી.બાલા, પ્રમુખ, નવરંગ નેચર ક્લબ- રાજકોટ (મો.નં. ૯૪૨૭૫ ૬૩૮૯૮)નો સંપર્ક કરવો.

- text

- text