જો જીતા વહી સિકંદર : મોરબીની ત્રણેય બેઠકો માટે મતગણના શરૂ

- text


મોરબીના ઘુંટુ પોલીટેકનિક કોલેજ ખાતે પોસ્ટલ બેલેટથી ગણતરીનો પ્રારંભ

મોરબી : મોરબી સહિત ગુજરાતની જનતા જેનો આતુરતા પૂર્વક ઈંતઝાર કરી રહી છે તે ઘડી આવી ચૂકી છે. મોરબીના ઘુટુ રોડ સ્થિત પોલીટેક્નિક ખાતે મતગણતરીનો પ્રારંભ થઇ ગયો છે. મોરબી માળિયા બેઠકમાં 17, ટંકારા પડધરી બેઠકમાં 05 અને વાકાનેર કુવાડવા બેઠકનાં 13 મળી કુલ 35 ઉમેદવારોનાં ભાવિ ઇવીએમમાં ખુલ્યા છે અને બપોર સુધીમાં જો જીતા વહી સિકંદર નક્કી થઈ જશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે જેમાં સૌ પ્રથમ બેલેટ પેપરોની ગણતરી થશે. 65 મોરબી માળિયા બેઠકમાં કુલ 14 ટેબલ પર 22 રાઉન્ડમાં 1,92,646 મતની ગણતરી હાથ ધરવામાં આવશે.

એ જ રીતે 66 ટંકારા પડધરી બેઠકમાં પણ 14 ટેબલ પર 22 રાઉન્ડમાં 1,77,607 મતની ગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે 67 વાંકાનેર કુવાડવા બેઠક માટે પણ 14 ટેબલ પર 23 રાઉન્ડમાં કુલ 2,00,329 મતની ગણતરી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્ય જ નહીં પરંતુ દેશભરની નજર મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર છે.ભાજપનો ગઢ મનાતી મોરબી માળિયા બેઠક પર આં વખતે કોંગ્રેસ જીતે તેવી શક્યતાઓ વચ્ચે મતગણના કેન્દ્ર ઉપર મોરબી પોલીસ અને વહિવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો પ્રારંભ કરાયો છે.

- text

- text