દુષ્કર્મ કાંડના આરોપી આશિષના કાળા કરતૂત, યુવાનને હનીટ્રેપમાં ફસાવી 10 લાખ પડાવ્યા”તા

- text


 

મોરબી : મોરબીમાં મહિલા સફાઈ કર્મચારી દુષ્કર્મ કાંડના મુખ્ય આરોપી આશિષ આદ્રોજાના કાળા કરતુત બહાર આવ્યા છે. જેમાં અગાઉ આ આશિષ અને તેની ટોળકીએ યુવાનને હની ટ્રેપમાં ફસાવી 10 લાખ પડાવી લીધા હતા. વધુ 15 લાખ માંગવા જતા તે પકડાઈ ગયો હતો.

- text

એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દુષ્કર્મ કાંડનો મુખ્ય આરોપી આશિષ આદ્રોજા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં ગત તા.4/2/2019 ના રોજ આશિષ આદ્રોજા સહિતની ટોળકીએ એક યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. જેમાં યુવાનને તેના સાળાના કારખાને બોલાવી અજાણી સ્ત્રી સાથે શરીર સુખ માણવાની મધલાળ આપી તેની જાણ બહાર આશિષ સહિતની ટોળકીએ યુવાનની અન્ય સ્ત્રી સાથે શરીર સુખ માણવાની અંતરંગ પળોને ચોરી છુપીથી વીડિયો કલીપ બનાવી લીધી હતી. બાદમાં એ યુવાનને વીડિયો કલીપ બતાવી જો પૈસા ન આપે તો વીડિયો કલીપ વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા અંતે યુવાન આ ટોળકીના તાબે થયો હતો અને આશિષ સહિતની ટોળકીએ રૂ. 10 લાખ પડાવી લીધા હતા. પછી પણ 15 લાખ વધુ માંગતા યુવાન પાસે સગવડ ન હોવાથી મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને આશિષના કાંડને પોલીસે બેનકાબ કર્યો હતો. આ ઉપરાંત તેની સામે ગત તા.22/1/21ના રોજ કોઈ યુવતીને આશિષના સગા સબધીનો યુવક ભગાડી ગયો હોય એમાં આશિષએ યુવતીના પરિવારને દમદાટી આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ગત તા.21/6/21ના રોજ કોઈ જુના ઝઘડાનો ખાર રાખી તેણે અન્ય આરોપીઓ સાથે મળીને બે વ્યક્તિને લાકડાના ધોકા અને મૂંઢ માર માર્યો હતો. તેની વિરુદ્ધ આ ત્રણેય ગુન્હા એ ડિવિઝનમાં નોંધાયેલા છે. આમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આશિષ તેના સાથીદારને મળીને એક આધેડ ઉમરની સ્ત્રી સાથે બળજબરી દુષ્કર્મ કરી નીચતા અને હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી છે.

 

- text