મોરબીમાં મારામારી અને દારૂના ગુનામાં અવારનવાર પકડાતા બે શખ્સોને હદપાર કરાયા

- text


 

મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે. વીસ્તારમાં અવાર નવાર મારામારી તેમજ દેશીદારૂ જેવા ગુન્હાઓમા પકડાયેલ અકબરભાઇ હાસમભાઇ ઉર્ફે હાજીભાઇ સમા રહે.મોરબી લીલાપર રોડ સરકારી આવાસયોજના મકાનનં.બી-૧ ફલેટનં.૨૦૩ તથા હરભજનસિંગ ઉર્ફે કુલદીપ ઉર્ફે ગેંડો ધવલસિંગ ખીચી રહે.મોરબી વીશીપરા હાઉસીંગ પાસે બાલા હનુમાનજી ના મંદીર સામે વાળાઓ વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા હદપારીની પ્રપોઝલ કરવામા આવેલ હતી.

- text

જે અન્વયે સબ.ડીવી.મેજીસ્ટ્રેટ પ્રાંત કચેરી મોરબીનાઓએ હદપારી મંજુર કરી સામાવાળા બંને ઇસમોને મોરબી જીલ્લા, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ જીલ્લાઓમાથી હદપાર કરેલ હોય જેથી બંને ઇસમોને હદપારીની બજવણી કરી આ તમામ જીલ્લાઓ બહાર મોકલી આપવા તજવીજ હાથ ધરાઈ છે.

- text