અહીં સારવાર નહીં થાય…. જાવ રાજકોટ ! મોરબી સિવીલને રિફરની ગંભીર બીમારી 

- text


રાત્રીના સમયે એક્સરે ચાલુ રાખવા તેમજ ગાયનેક, ઓર્થોપેડિક તબીબોને ફરજ સોંપવા સામાજિક કાર્યકરો દ્વારા મોરબી સિવિલના સત્તાધીશો અને કલેક્ટરને લેખિત ફરિયાદ કરાઈ 

મોરબી : મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ થવાના કાઉન્ટ-ડાઉન વચ્ચે હાલમાં તમામ તબીબોની જગ્યા ભરાઈ ગઈ હોવા છતાં પણ સામાન્ય તકલીફ વાળા દર્દીઓને પણ રાજકોટ રીફર કરવાનો જૂનો રવૈયો ચાલુ રાખવામાં આવતા ખોટી રીતે હેરાન પરેશાન થતા દર્દીઓની મુશ્કેલી સમજવા સામાજિક કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેકટર અને સિવિલ સત્તાધીશોને રોષ ભેર રજુઆત કરી છે.

સતત કોઈ ને કોઈ વિવાદમાં સપડાયેલ રહેતી મોરબી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોક ખરચરીયા, જીગ્નેશ પંડ્યા અને મુસાભાઇ બ્લોચ દ્વારા જિલ્લા કલેકટર અને સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડીનને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, મોરબી શહેરની એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં તમામ સ્ટાફ પૂરતો હોવા છતાં સામાન્યમાં સામાન્ય બીમારી માટે દર્દીઓને રાજકોટ રીફર કરવામાં આવી રહ્યા છે.

- text

વધુમાં હવે રાજકોટ હોસ્પિટલ તંત્ર પણ કહે છે કે મોરબી પૂરતો સ્ટાફ છે તો અહીં કેમ આવો છો ? મોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ માસથી તમામ તબીબો હોવા છતાં સામાન્ય સારવાર માટે કે નાની બીમારી માટે દર્દીઓને રાજકોટ મોકલી હેરાન કરવામાં આવતા હોય આ ગંભીર બાબતે ડીન દ્વારા 24 કલાક એક્સરે વિભાગ ચાલુ રહે તેમજ ઓર્થોપેડિક અને ગાયનેક વિભાગ પણ રાત્રીના સમયે ચાલુ રહે તેવી તાકીદે વ્યવસ્થા ગોઠવી સિવિલ હોસ્પિટલના નવા બનેલ બિલ્ડિંગને કાર્યરત કરવા માંગ ઉઠાવી પાર્કિંગ તરફની દીવાલો ઉંચી કરી અસામાજિક તત્વોનો ત્રાસ દૂર કરવા માંગ ઉઠાવવામાં આવી છે.

- text