મારૂતિ હોસ્પિટલમાં 11મીએ હાડકા, કાન, નાક, ગળાના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પ

 

હોસ્પિટલને સફળતાપૂર્વક 3 વર્ષ પૂર્ણ થતાં સેવાકીય કેમ્પનું આયોજન : હાડકાની ઘનતા માપવાનો રિપોર્ટ ફ્રીમાં કરાશે : એક્સ રે રાહતભાવે માત્ર રૂ. 150માં કરી અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની મારુતિ હોસ્પિટલના સફળતાપૂર્વક 3 વર્ષ પૂર્ણ થતાં હાડકા અને કાન, નાક, ગળાના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું તા.11 ડિસેમ્બર રવિવાર ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાડકાની ઘનતા માપવાનો રિપોર્ટ ફ્રીમાં કરી આપવામાં આવશે. એક્સ રે ચાર્જ 50 ટકા ડિસ્કાઉન્ટમાં માત્ર રૂ. 150માં કરી આપવામાં આવશે.

મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર માધવ હોસ્પિટલની ઉપર આયુષ હોસ્પિટલવાળી શેરીમાં આવેલ પરમેશ્વર પ્લાઝાના બીજા માળે મારૂતિ હોસ્પિટલ કાર્યરત છે. ડિસેમ્બર 2019માં શરૂ થયેલ મારુતિ હોસ્પિટલને મોરબીની જનતા તરફથી ખૂબ લોકચાહના મળી છે. ત્રણ વર્ષ દરમિયાન હાડકા તથા કાન, નાક, ગળાના મોટી સંખ્યામાં સફળ ઓપરેશન થયેલ છે. જેમાં ડોકટરો, સ્ટાફ અને દર્દીઓના ટિમ વર્કથી ખૂબ સંતોષકારક રિઝલ્ટ મળેલા છે. વધુમાં સિરામિક યુનિટોમાં થતી ગંભીર ઇજાઓની ખૂબ ઝડપી સારવાર અહીં 24 કલાક ઉપલબ્ધ છે. હોસ્પિટલ સાથે સંકળાયેલા યુનિટોને તેમની તથા વર્કરોની ઇજાઓમાં ખૂબ સંતોષકારક સારવાર મળેલ છે. અહીં ચાલતી સ્કીમના લાભથી સિરામિક ઇજાઓમાં ખૂબ રાહતદરે સારવાર શક્ય બને છે. હોસ્પિટલમાં ચાલુ વાહન અકસ્માત યોજનાનો છેલ્લા ત્રણ વર્ષમાં ઘણા દર્દીઓએ લાભ લીધો છે. આ યોજનાનો કોઈ પણ રાજ્યના દર્દીઓ કોઈ પણ જાતના કાર્ડ વગર લાભ લઇ શકે છે.

અહીં કાન, નાક તથા ગળામાં ફસાયેલ વિવિધ પદાર્થો તથા જીવજંતુને દુરબીનથી કાઢવાની સારવાર, મોઢા પર થતી વિવિધ ઇજાઓ જેવી કે જડબા, નાક, તાળવા, હોઠ, કપાળ, કાન તથા ગળાના ઓપરેશન તથા સારવાર, સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે થતી કોઈ પણ ઇજાઓ જેમકે કન્વેયરમાં હાથ આવી જવો, ઊંચાઈ ઉપરથી પડી જવું, હાથ કે પગ ઉપર ટાઇલ્સ પડવી, પોલીશીંગ લાઈનમાં અકસ્માત થવો, પ્રેસમાં હાથ આવી જવો, ફિટર કામમાં અકસ્માતની તાત્કાલિક સારવાર આપવામાં આવે છે.

વાહન અકસ્માત યોજના હેઠળ 48 કલાક સુધીમાં રૂ. 50 હજાર સુધીના ખર્ચની સારવાર અહીં ફ્રીમાં કરી આપવામાં આવે છે. વધુમાં અહીં હાડકાં તેમજ સાંધાના જટીલ ફેકચર માટે નાનો ચેકો મુકી ઓપરેશન માટે અત્યાધુનિક હાઇફિકવીન્સી IITV ની સુવિધા, ખંભાનો, થાપાનો ઘૂંટણનો સાંધો બદલવાના ઓપરેશના માટેની અત્યાધુનિક સુવિધાઓ, દુરબીન વડે ઘુંટણની ગાદી, ઘુંટણના તાંતણા (ACL,PCL), ખંભાની ગાદી (RCT) વગેરેના ઓપરેશનની સુવિધાઓ, ગરદન, કમરની ગાદી ખસી જવી, નસ દબાવી, કમરના દુખાવાનું સચોટ નિદાન તથા ઇન્જેકશનથી સારવાર, સ્નાયુઓ, નસના દબાણ તથા સાંધાના દુખાવાનું નિદાન તથા સારવાર ઉપલબ્ધ છે.

તા.11 ડિસેમ્બર એ યોજાનાર કેમ્પમા ડૉ. યોગેશ પેથાપરા ( હાડકાં , સ્નાયુ , મણકા, નસના સર્જન), ડૉ. તૃપ્તિબેન સુવારીયા ( કાન નાક ગળાના સ્પેશિયાલિસ્ટ), ડૉ. પાર્થ પટેલ ( કસરતના સ્પેશિયાલિસ્ટ), ડૉ. દર્શનાબેન સરાવાડીયા ( મેડિકલ ઓફિસર) સેવા આપવાના છે. આ કેમ્પનો લાભ લેવા રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે મો.નં. 7698728805 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. હોસ્પિટલમ વિશે વધુ માહિતી માટે મારુતિ હોસ્પિટલમ મોરબી લખીને ગુગલ અથવા ફેસબૂક પર સર્ચ કરો. આ લિંક ને તમારા સગા સંબંધી મિત્રવર્ગના ગ્રુપ મા વધુમાં વધુ શેર કરો જેથી લોકો કેમ્પનો લાભ લઈ શકે.

ફેસબુક
https://www.facebook.com/marutiorthopedic.hospital.5?mibextid=ZbWKwL