હળવદના મહર્ષિ ગુરુકુળમાં વિધાર્થીઓને સાઇબર ક્રાઇમ વિશે માહિતી અપાઈ

- text


હળવદ પીઆઇ સહિતના સ્ટાફે સાઈબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય તેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું

હળવદના મહર્ષિ ગુરુકુળમાં વિધાર્થીઓને સાઇબર ક્રાઇમ વિશે સેમિનાર યોજાયો હતો. જેમાં હળવદ પીઆઇ સહિતના સ્ટાફે સાઈબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય તેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

હળવદના મહર્ષિ ગુરુકુળ કોલેજના વિદ્યાર્થીઓ માટે સાઇબર ક્રાઇમની જાગૃતિ માટે પોલીસ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે મહર્ષિ ગુરુકુળમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે સાયબર સિક્યુરિટી બાબતે યોજાયેલા સેમિનારમાં હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ દીપકભાઈ ઢોલએ વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરિટી બાબત માર્ગદર્શન આપ્યું હતું. હાલના સમયમાં સાયબર ક્રાઇમ ખૂબ વધી ગયો છે વિવિધ પ્રકારે ક્રાઈમ થાય છે તેની સિક્યુરિટી માટે તે ક્રાઈમ અટકાવવા માટે તેની માહિતી મેળવવા માટે વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે અવગત કરવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી સમાજમાં આ ક્રાઈમ વિશે માહિતી મળે અને લોકો છેતરાતા અટકે તે માટે પોલીસે વિદ્યાર્થીઓ જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.

- text

- text