ટંકારાના ભાજપના ઉમેદવારને મત આપતા હોવાના ફોટા વાયરલ થયા

- text


મતદાન ગુપ્તતાનો ભંગ થતા ચૂંટણી તંત્ર આવ્યું એક્શનમાં

મોરબી :મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે.ત્યારે ટંકારામાં ભાજપના ઉમેદવારને મત આપતા હોવાના ફોટા વાયરલ થતા ભારે ઉહાપોહ મચી ગયો હતો.મતદાન ગુપ્તતાનો ભંગ થતા ચૂંટણી તંત્ર એક્શનમાં આવી તપાસ હાથ ધરી છે.

- text

ટંકારા વિધાનસભા બેઠક ઉપર આજે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું હતું.ત્યારે અચાનક જ ટંકારામાં એક બુથમાં એક મતદાર ભાજપના ઉમેદવારને મત આપતા હોવાના ફોટા વાયરલ થતા ચૂંટણી તંત્ર એક્શન મોડ ઉપર આવ્યું છે. જો કે દરેક મતદાર કોને મત આપે છે તેની ગોપનીયતા જાળવવામાં આવે છે અને મતદાનની ગોપનીયતા જળવાઈ રહે એ માટે તંત્ર તમામ કવાયત હાથ ધરતું હોય છે. ત્યારે ટંકારામાં મતદાનની ગુપ્તતાનો ભંગ થતા ભારે ચકચાર મચી ગઇ છે. ક્યાં બુથમાં કોણે મતદાન વખતે મતદાનની ગુપ્તતા ભંગ કરતો ફોટો પાડ્યો તે અંગે ચૂંટણી તંત્ર સીસીટીવી ફુટેજ અને ટિકનીકલી રીતે ઉડી તપાસ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

- text