મોરબી કન્યા છાત્રાલય સખી બુથમાં મહિલા કર્મચારીના ગેરવર્તનની ફરિયાદ, કર્મચારી બદલાયા

- text


મોરબી : મોરબી બેઠક પર શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા મતદાન વચ્ચે કન્યા છાત્રાલય સખી મતદાન બુથમાં મહિલા કર્મચારીની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ મહિલા કર્મચારીના ગેરવર્તનની ફરિયાદ ઉઠતા ભાજપના ઉમેદવાર કાન્તિલાલ અમૃતિયાએ જાતે જ દોડી જઈને ચેક કરતા આ મહિલા કર્મચારીના ડિસ્ટબન્સ ઉભું કરતા હોવાનું જાણતા તેમણે આ અંગે તાકીદે ચૂંટણી અધિકારી કલેકટરને ફરિયાદ કરી હતી. આથી તાત્કાલિક આ મહિલા કર્મચારીને હટાવીને બીજા મહિલા કર્મચારીને બેસાડી દેવામાં આવતા મામલો થાળે પડ્યો હોવાનું પ્રિસાઈડિંગ ઓફિસરે જણાવ્યું હતું.

- text

- text