દરેક નાગરિક અવશ્ય મતદાન કરી લોકશાહીનું પર્વ ઉજવે : મોરબી અપડેટની અપીલ

- text


ચૂંટણી કાર્ડ ન હોય તો પણ 14 મહત્વના દસ્તાવેજનો પણ ઓળખના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે

મોરબી : આવતીકાલે તા.1 ડિસેમ્બરના રોજ મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો માટે મતદાન થનાર છે ત્યારે યોગ્ય જનપ્રતિનિધિઓને પસંદ કરવા લોકશાહીના મહાપર્વને રંગેચંગે ઉજવવા તમામ મતદારો જાગૃત બની અવશ્ય મતદાન કરે તેવી જનહિતમાં મોરબી અપડેટ દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે.

વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં હજુ પણ અનેક મતદારો મારે શું ? હું મતદાન કરું કે ન કરું કોઈપણ પક્ષની સરકાર તો બનવાની જ છે તેવી માન્યતામાં રાચી મતદાનથી અળગા રહે છે, જો કે પોતાને અથવા પોતાના શહેરને સમસ્યા આવે ત્યારે આ જ મતદાર સોશિયલ મીડિયામાં બરાડા પાડતો હોય છે ત્યારે ચૂંટણી સમયે જો જાગૃત બની જનતાની સાચી સેવા કરી શકે તેવા નેતાને પસંદ કરે તો ખરેખર લોક કલ્યાણ થઈ શકે છે. ઘણી વખત ચૂંટણી લડતા ઉમેદવારોની હારજીત માટે એક એક મતની કિંમત હોય છે ત્યારે આવતીકાલે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન દરેક યુવાનો, વડીલો, માતાઓ, બહેનો અવશ્ય જાગૃત બની મતદાન કરે તેવી મોરબી અપડેટ દ્વારા અપીલ કરવામાં આવે છે.

- text

ઘણા મતદારો પોતાના પાસે ચૂંટણી ઓળખપત્ર નથી તેવા બહાના આગળ ધરી મતદાન કરવા જતા નથી ત્યારે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીકાર્ડ ન હોય તો પણ મતદાર આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પાન કાર્ડ, બેંક-પોસ્ટ ઓફિસે આપેલી પાસબૂક(ફોટોગ્રાફ સાથેની), શ્રમ મંત્રાલયે આપેલ હેલ્થ ઈંસ્યુરંસ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, પાસપોર્ટ, કેંદ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્રના ઉપક્રમો/પબ્લીક લિમિટેડ કંપનીઓએ આપેલ ઓળખપત્ર(ફોટોગ્રાફ સાથે), નેશનલ પોપુલેશન રજિસ્ટર હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાએ આપેલ સ્માર્ટ કાર્ડ, પેન્શન દસ્તાવેજ(ફોટોગ્રાફ સાથે), સંસદસભ્ય/ધારાસભ્ય/ વિધાન પરિષદના સભ્યોને આપેલ અધિકૃત ઓળખપત્ર લઈ મતદાન કરી શકશે.

જેથી પાંચ વર્ષે ફક્ત ને ફક્ત એક જ વખત લોકસેવકને ચૂંટવાનો મોકો મળતો હોય લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબુત બનાવવામાં સહભાગી થાય તેવી અપીલ મોરબી અપડેટ દ્વારા સમગ્ર જિલ્લાના તમામ નાગરીકોને અપીલ કરવામાં આવી છે.

- text