મોરબીના કાલિકા પ્લોટમાં જયંતીભાઈ પટેલની જંગી જાહેર સભા યોજાઈ

- text


કાલિકા પ્લોટના અગ્રણીઓ અને કોંગ્રેસના અગ્રણીઓએ જયંતીભાઈને બહુમતીથી જીતાડવાની હાકલ કરી 

મોરબી : મોરબી માળીયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ જેરાજભાઈ પટેલ સતત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પરિવર્તન પદયાત્રા થકી જબરદસ્ત પ્રચાર કરીને ભારે જન સમર્થન મેળવી રહ્યા છે. દરમિયાન ગઈકાલે રાત્રે મોરબીના કાલિકા પ્લોટમાં જયંતીભાઈ પટેલની જંગી જાહેર સભા યોજાઈ હતી. જેમાં તેમને ભારે જન સમર્થન મળ્યું હતું અને કાલિકા પ્લોટના અગ્રણીઓ અને કોંગ્રેસના અગ્રણીઓએ જયંતીભાઈને બહુમતીથી જીતાડવાની હાકલ કરી હતી.

મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલની પરિવર્તન પદયાત્રાને ઠેરઠેર જન સમર્થન મેળવ્યા બાદ તેઓ શહેર અને ગામડામાં પગપાળા પ્રવાસ કરીને લોકોમાં કોંગ્રેસ તરફથી જુવાળ ઉભો કરી રહ્યા છે. તેઓ મોરબી શહેરના નહેરુ ગેઇટ ચોક, શાક માર્કેટ, વાઘપરા તેમજ આજુબાજુના વિસ્તારમાં, વાઘપરા મેઈન રોડ પરના દુકાનદારો તેમજ પરા બજાર સહિતના મુખ્ય બજાર વિસ્તારમાં તેમજ મુખ્યમાર્ગો પર પગપાળા ચાલીને દરેક વેપારી તેમજ લોકોને મળીને પ્રચાર કર્યો હતો બાદ તેઓ ગઈકાલે સાંજે 5 વાગ્યા વોર્ડ નંબર-9માં પરિવર્તન પદયાત્રા કરશે અને વોર્ડ નંબર-9ના હનુમાન મંદિર પાંચસર રોડથી રાજનગર વિસ્તારમાં પગપાળા ફરીને લોક સંપર્ક કર્યો હતો અને ગઈકાલે રાત્રે કાલિકા પ્લોટ વિસ્તારમાં જયંતીભાઈની જંગી જાહેર સભા યોજાઈ હતી. જેમાં કાલિકા પ્લોટના મોટી સંખ્યા લોકોએ એકઠા થઈને જયંતિભાઈ પટેલને ભારે સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત કાલિકા પ્લોટના અગ્રણીઓ તેમજ કોંગ્રેસના અગ્રણીઓએ હાજર રહીને જયંતીભાઈ પટેલને બહુમતી વિજયી બનાવવા માટે આહવાન કર્યું હતું.

- text

- text