હળવદ તાલુકાના તમામ ગામના સરપંચોના સંમેલનમાં વરમોરાને જીતાડવાનો સંકલ્પ 

- text


ટિકર (રણ)માં પણ લહેરાશે ભાજપનો ભગવો: રણવાસીઓ પ્રકાશભાઈ વરમોરાને જીતની વિજયમાળા પહેરાવવા ઉત્સુક

હળવદ: આવતીકાલે મંગળવારે સાંજે 5 કલાકે ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થશે. એ પહેલાં આજે કયામતની રાત માનવામાં આવી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા મત ક્ષેત્રના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાએ બાકી બચેલા ગામોનો ઝંઝવાતી ચૂંટણી પ્રવાસ કર્યો હતો. જ્યાં તમામ સમાજના લોકોએ વરમોરાને ભવ્ય આવકાર આપ્યો હતો.

જેમાં ખાસ કરીને હળવદ તાલુકાના તમામ ગામના સરપંચોના સંમેલનમાં હળવદ ખાતે પ્રકાશભાઈ વરમોરા તથા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકાના તમામ સરપંચોએ વરમોરાને જંગી બહુમતીથી ચૂંટી કાઢવાની ગામ વતી ખાતરી આપી હતી. આ ઉપરાંત ટિકર (રણ) વિસ્તારમાં પણ પ્રકાશભાઈ વરમોરાની જાહેરસભામાં બહોળી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા હતા. જેઓએ રણમાં ભગવો લહેરાશે જ એવો વિશ્વાસ વરમોરાને અપાવ્યો હતો. ટીકરમાં ચંદુભાઈ સિહોરાએ કોળી સમાજને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે સુંદરી ભવાની, ચરાડવા તેમજ ઈશ્વરનગર ગામમાં કુંવરિકાઓએ વરમોરાનું સામૈયું કર્યું હતું, તો વડીલોએ વરમોરાને જીતના આશીર્વાદ આપ્યા હતા. વિસ્તારના વિવિધ મંદિરોના દર્શન અને આશ્રમોની મુલાકાત દરમ્યાન વરમોરાને વિજ્યિભવ:ના આશીર્વચન પાઠવ્યા હતા.

ધ્રાંગધ્રા-હળવદ મત વિસ્તારમાં ઉમેદવારી નોંધાવ્યા બાદ જે રીતે વરમોરા ગામે-ગામમાં લોકસંપર્ક કરી રહ્યા છે અને તેમને જે રીતે લોકોનું સ્વયંભૂ સમર્થન મળી રહ્યું છે તે જોતા એમની જીત એકતરફી અને નિશ્ચિત મનાઈ રહી છે.

- text

- text