મોરબીમાં કાલે મંગળવારે જયંતિલાલ પટેલની કાર અને બાઈક રેલી

- text


 

મોરબી: પ્રથમ તબક્કાના મતદાનના ચૂંટણી પ્રચાર માટે આવતીકાલે અંતિમ દિવસ છે ત્યારે મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં આવતીકાલે બાઈક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

65- મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ જે. પટેલના સમર્થનમાં આવતીકાલ તારીખ 29 નવેમ્બર ને મંગળવારના રોજ મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં બાઈક અને કાર રેલી નીકળશે. બપોરે 12:30 કલાકથી ઉમિયા આશ્રમ મહેન્દ્રનગર કાર્યાલયથી આ રેલીનું પ્રસ્થાન થશે. ત્યારે આ પરિવર્તન સંકલ્પ યાત્રામાં યુવાનો, મતદાર ભાઈઓ-બહેનો, કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text