મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાની મંગળવારે ભવ્ય કાર રેલી યોજાશે

- text


બપોરે 1-30 વાગ્યે કાનાભાઈ પોતાના મોટા સમર્થકોના કાફલા સાથે તેમના કાર્યાલયથી કાર રેલી પ્રસ્થાન કરી શહેરભરમાં ફરીને પ્રચંડ જન સમર્થન મેળવશે

મોરબી : મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાને ભારે જન સમર્થન મળી રહ્યું છે. ત્યારે ચૂંટણી પ્રચારના આખરી પડાવમાં કાંતિભાઈ અમૃતિયાની કાલે મંગળવારે ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.બપોરે 1-30 વાગ્યે કાનાભાઈ પોતાના મોટા સમર્થકોના કાફલા સાથે તેમના કાર્યાલયથી કાર રેલી પ્રસ્થાન કરી શહેરભરમાં ફરીને પ્રચંડ જન સમર્થન મેળવશે.

- text

મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર અને લોક લાડીલા નેતા કાંતિભાઈ અમૃતિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સભાઓ ગજાવીને તમામ વર્ગમાં પ્રચંડ બહુમત મેળવી રહ્યા છે. દરેક જગ્યાએ તેમને પ્રચંડ બહુમતીથી જીતડવાનો લોકો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણી પ્રચારના અંતિમ પડાવમાં કાનાભાઈ અમૃતિયા દ્વારા શહેરભરમાં લોકમત કેળવવા માટે આવતીકાલે ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની કાર રેલી આવતીકાલે તા.29ને મંગળવારે બપોરે 1-30 કલાકે તેમના કાર્યાલયથી નીકળશે. જેમાં ભાજપના દરેક હોદેદારો, આગેવાનો અને મોટો સમર્થક સમુદાય કારના કાફલા સાથે જોડાશે. આ કાર રેલી તેમના કાર્યાલયથી જીઆઇડીસી, ઉમિયા ચોક, અવની ચોકડી, સ્વાગત ચોકડી, બાપા સીતારામ ચોક, એ.જે.કંપની, વસંત પ્લોટ પાંચ રસ્તા, રામચોક, ગાંધીચોક, વિજય ટોકીઝ, ખોજાખાના શેરી, મંગલ ભુવન ચોક, વીસી ફાટક, પુલ, મહારાણા પ્રતાપ સર્કલ, સર્કિટ હાઉસ થઈ ઉમા ટાઉનશીપ ખાતે પહોંચીને પૂર્ણ થશે. આ રીતે કાર રેલીમાં તેઓ પ્રચાર કરી ઠેરઠેર લોકોનું અભિવાદન ઝીલીને લોકમત કેળવશે.

- text