ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં આવતીકાલે ધ્રાંગધ્રામાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરની જાહેર સભા 

- text


ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાને ઠેર-ઠેરથી મળતું જનસમર્થન 

હળવદ : મોરબી જિલ્લામાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. પ્રચાર-પ્રસાર માટે મોટા ગજાના નેતાઓ આવી રહ્યા છે. ત્યારે આવતીકાલે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં ધ્રાંગધ્રામાં જાહેર સભાને સંબોધન કરશે.

- text

ધ્રાંગધ્રા-હળવદ વિધનાસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં નરેન્દ્રસિંહ તોમર આવતીકાલે તારીખ 18 નવેમ્બરે સવારે 10 કલાકે ધ્રાંગધ્રાના જુના પાવર હાઉસની સામે મધ્યસ્થ કાર્યાલય ખાતે જાહેર સભાને સંબોધન કરશે. કેન્દ્રીય મંત્રીના આગમનને લઈ ભાજપ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

- text