માળીયા તાલુકાના કોંગ્રેસ અગ્રણી ભાજપમાં જોડાયા

- text


મોરબી : મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભાની ચૂંટણી અગાઉ નેતાઓના પક્ષ પલ્ટાની શરૂ થયેલી મૌસમ ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારો હવે ફાયનલ થયા બાદ પણ યથાવત રહી છે. જેમાં વધુ એક કોંગ્રેસી નેતાએ ભાજપના ભગવો ધારણ કર્યો છે.માળીયા તાલુકાના મણાબા ગામે પૂર્વ કોંગ્રેસ તાલુકા પંચાયત સભ્ય રણજીતસિંહ દિલુભા જાડેજા આજે ભાજપમાં જોડાયા છે અને પૂર્વ વિરોધ પક્ષના નેતાએ કેસરિયો ધારણ કરી લેતા ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે.

- text

- text