મોરબી-માળીયા બેઠકના આપના ઉમેદવાર પંકજ રાણસરિયાએ ડોર ટુ ડોર ગેરન્ટી કાર્ડ વિતરણ કર્યા

- text


મોરબીઃ મોરબી-માળીયા 65- વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ રાણસરિયાએ આજ રોજ ડોર ટુ ડોર ગેરન્ટી કાર્ડનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન આપના ઉમેદવારને જનતા તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

પંકજભાઈ રાણસરિયાએ આજ રોજ કેરાળા, હરીપર, ગાળા, વાઘપર, પીલુડી, સોખડા, બહાદુરગઢ, મધુપુર, રામપર, નાગડાવાસ, કૃષ્ણનગર, ગુંગણ ગામમાં ઘેર ઘેર જઈને ગેરન્ટી કાર્ડનું વિતરણ કર્યું હતું. આ તમામ ગામમાં ગ્રામજનો દ્વારા આપના ઉમેદવારના સામૈયા કરી સ્વાગત કરાયું હતું. આ પ્રવાસ દરમિયાન પંકજભાઈ રાણસરિયાને તમામ ગ્રામજનો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.

- text

- text