મોરબીના જેતપર અને ટંકારામા બે વરલીભક્ત ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે તાલુકા પોલીસ દરોડો પાડી સાગર અમરશીભાઈ માલણીયાત નામના યુવાનને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 350 કબ્જે કર્યા હતા. એ જ રીતે ટંકારા પોલીસે મોરબી નાકા નજીકથી આરોપી ભાઈલાલ કરશનભાઈ વિકાણીને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 890 કબ્જે કરી પોલીસે બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text