ટંકારા બેઠકના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ કરોડપતિ, પણ કાર નથી !

- text


વેપાર અને ખેતી સાથે સંકળાયેલા દુલાકાકા દંપતી પાસે હાથ ઉપર 2.18 લાખની રોકડ : દેથરીયા દંપતી ઉપર 1.44 કરોડ જેટલી લોન

મોરબી : રાજ્યના માજી મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલ અને વર્તમાન સાંસદ મોહનભાઇ જે બેઠક ઉપરથી પાંચ-પાંચ વખત ચૂંટાયા છે તેવી ટંકારા બેઠક ઉપર આ વખત કોંગ્રેસના કાકાને પરાસ્ત કરવા ભાજપે જિલ્લા ભાજપ અધ્યક્ષ એવા દુર્લભજીભાઈ દેથરીયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, આજે દુલાકાકાએ જંગી જનમેદનીને સંબોધી રેલી યોજ્યા બાદ ઉમેદવારી નોંધાવી હતી. આજે ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલા સોગંદનામા મુજબ દુલાકાકા પાસે રૂપિયા 2,58,70,785ની જંગમ મિલ્કત છે પણ એટલા ધનિક કાકા પાસે એક પણ કાર કે ટુ વ્હિલર નથી ! દુર્લભજીભાઈ હિન્દૂ અવિભક્ત કુટુંબ સાથે જોડાયેલા છે. જો કે, દુર્લભજીભાઈને સોનાનો મોહ નથી દંપતી પાસે માત્ર રૂપિયા 95 હજારની કિંમતનું જ સોનુ છે.

66-ટંકારા બેઠકના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ હરખજીભાઈ દેથરીયાએ ઉમેદવારીપત્ર સાથે સોગંદનામામાં રજૂ કરેલ વિગતો અહીં રજૂ કરવામાં આવી છે.

- text

બેઠક : ટંકારા – ઉમેદવાર : દુર્લભજીભાઈ હરખજીભાઈ દેથરીયા (ભાજપ)

અભ્યાસ : એસ.એસ.સી.
ધંધો : વેપાર અને ખેતી
સ્થાવર મિલ્કત : 5,00,000 – પત્ની 5,00,000 – હિન્દૂ અવિભક્ત કુટુંબ – 4,75,250
જંગમ મિલ્કત : 2,58,70,785 – પત્ની 1,89,23,103 – હિન્દૂ અવિભક્ત કુટુંબ – 61,53,843
હાથ ઉપર રોકડ : 1,65,265 – પત્ની 53,065 – હિન્દૂ અવિભક્ત કુટુંબ- 8688
આવકવેરો : 15,19,608 પત્ની 29,11,760 – હિન્દૂ અવિભક્ત કુટુંબ – 11,55,209
લોન : પોતે 1,11,62,038 પત્ની 33,34,500 – હિન્દૂ અવિભક્ત કુટુંબ – 6,31,000
કાર : નીલ
સોનુ : પોતે- 20,167 – પત્ની – 75,854


- text