મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો પર આજે છેલ્લા દિવસે 55 ઉમેદવારી પત્રો ભરાયા

- text


અત્યાર સુધીમાં કુલ 80 ઉમેદવારી ફોર્મ ભરાયાં

મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર આજે છેલ્લા દિવસે ઉમેદવારી પત્રો ભરવા માટે ભારે ઘસારો થયો હતો અને મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો પર આજે છેલ્લા દિવસે 55 ઉમેદવારી પત્રો ભરાયા હતા અને અત્યાર સુધીમાં કુલ 80 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતા.

મોરબી જિલ્લામાં આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેન્તીભાઈ જેરાજભાઈ પટેલ, ટંકારા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયા, કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરા સહિતના 55 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં મોરબી બેઠક પર 28, ટંકારા બેઠક પર 14 અને વાંકાનેર બેઠક પર 13 સહિત કુલ 55 નામાંકન પત્રો ભર્યા હતા. અત્યાર સુધીમાં મોરબી બેઠક પર 36, ટંકારા બેઠક પર 18, વાંકાનેર બેઠક પર 26 મળીને કુલ 80 ફોર્મ ભરાયા હતા.

- text

- text