ટંકારા ઓવરબ્રિજ ઉપર બંધ ટ્રક પાછળ ટ્રેઇલર ધડાકાભેર અથડાયું

- text


ડ્રાઇવરનો આબાદ બચાવ પણ કલિનરને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

ટંકારા : ટંકારા ઓવરબ્રિજ ઉપર બંધ ટ્રક પાછળ ટ્રેઇલરે ટકકર મારતા ટ્રેઇલર ધડાકાભેર ટ્રક પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. પણ કલિનરને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

રાજકોટ મોરબી રોડ ઉપર ટંકારા ઓવરબ્રિજ ઉપર ગત મધ્યરાત્રિના 12 વાગ્યાના સુમારે બંધ પડેલ ટ્રક પાછળ ટેઇલરે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે સામાજિક કાર્યકરો ઈરફાન ડાડા, ટંકારા પોલીસ જીઆરડી પ્રેમજી ગોહિલ સહિતના દોડી ગયા હતા અને ધાયલને સારવાર અર્થે ખસેડાયા હતા. આ અકસ્માત બાદ બ્રિજ પર ટ્રાફિકજામ થઇ જતા એક બાજુ બંધ કરી ગાડી હટાવવાની કામગીરી પોલીસે હાથ ધરીને ટ્રાફિક કિલિયર કરાવ્યો હતો.

- text

- text