માળીયા ફાટક પાસે ઓવરબ્રિજના જીવલેણ ખાડામાં પાંચ દિવસમાં આઠ વાહનો ખાબકયા

- text


ગઈકાલે એક જ દિવસમાં ખાડાને કારણે ત્રણ ભારે વાહનો પલ્ટી ગયા, કોઈ મોટા અકસ્માત થાય પછી જ શુ તંત્ર પગલાં ભરશે ? સ્થાનિકોનો આક્રોશ

મોરબી : મોરબી નજીક માળીયા ફાટક પાસે આવેલા ઓવરબ્રિજમાં એટલી હદે જીવલેણ ગાબડા પડી ગયા છે કે આ જીવલેણ ખાડાના કારણે માળીયા ફાટક પાસેના ઓવરબ્રિજ પર આઠ જેટલા વાહનો ખાબકયા હતા. જેમાં ગઈકાલે એક જ દિવસમાં આ ખાડાને કારણે ત્રણ ભારે વાહનોના પલ્ટી ખાઈ ગયા હતા. સદભાગ્યે આ અકસ્માતમાં હજુ જાનહાની થઈ નથી. પણ તંત્ર શુ કોઈનો ભોગ લેવાય પછી જ પગલાં ભરશે તેવો સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

માળીયા ફાટક પાસે આવેલા ઓવરબ્રિજની હાલત અંગે સ્થાનિક ટ્રાન્સપોર્ટર દિલીપસિંહ વાઘેલાએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, માળીયા ફાટક ઉપર ઓવરબ્રિજ બન્યાને 3-4 વર્ષ થયાં હશે. પણ ઓવરબ્રિજનું કામ કરનાર જવાબદાર કોન્ટ્રકટ એન્જસીએ આ કામ ખુબ જ નબળું કર્યું હોય એમ સતત અહિયાં ધૂળની ડમરીઓ ઉડે છે .ઉપરાંત ઓવરબ્રિજ પર મસમોટા ગાબડા પડી ગયા છે. ખાસ કરીને છેલ્લા સાત આઠ માસથી માળીયા ફાટક પાસેના ઓવરબ્રિજ ચડતી અને ઉતરતી જગ્યાએ એટલી હદે જીવલેણ ખાડા પડી ગયા છે કે વારંવાર નાના મોટા અકસ્માત થાય છે. ધૂળની ડમરીઓ સતત ઊડતી હોય આજુબાજુમાં રહેણાંક વિસ્તાર હોય અને ખાસ કરીને બાજુમાં જ આવેલ મહારાણા પ્રતાપ સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. પણ જવાબદાર તંત્ર આ ગંભીર બાબતે જરાય ધ્યાન આપતું જ નથી.

મોરબી સીરામીકનું હબ હોય એકલા મોરબીમાં દરરોજ આશરે દસ હજાર વાહનોનું લોડીગ અનલોર્ડીંગ છે. આથી માળીયા ફાટક હાઇવેને જોડતો હોય અહીંયા દરરોજ સરેરાશ 7 હજારથી વધુ ટ્રક સહિતના માલવાહક વાહનો પસાર થાય છે અને સ્થાનિક ટુ વ્હીલર સહિતનો અનેક વાહનો તો જુદા જ એટલે હજારો વાહનો અહીંથી નીકળે છે.

ઓવરબ્રિજ રોડ ચડતા અને ઉતરતી જગ્યાએ પડેલા મસમોટા ખાડાઓએ અકસ્માત ઝોન બનાવી દીધો છે. છેલ્લા પાંચ દિવસમાં આઠ જેટલા વાહનો પલ્ટી ગયા છે. જેમાંથી ગઈકાલે એક દિવસમાં ત્રણ જેટલા વાહનો ખાબકયા હતા. એમાંથી એક સ્કૂટર ચાલકને ઇજા થઇ હતી. ગત મોડી રાત્રે એક ટાટા માલવાહક વાહન પણ પલ્ટી મારી ગયું હતું. સદનસીબે જાનહાની થઈ નથી. જો કે આ ખાડા રીપેર કરવા માટે નજીકના વઘાસિયા ટોલનાકાના જવાબદાર અધિકારીઓને જાણ કરી હતી. એમણે અમારી હદમાં આવતું ન હોવાનું અને જે તે કોન્ટ્રાક્ટ કંપનીની જવાબદારી હોવાનું જણાવીને હાથ ખંખેરી નાખ્યા હતા.

આ ઓવરબ્રિજની મેઇન્ટનેશની જવાબદારી કોન્ટ્રાક્ટ કંપનીની ભલે જવાબદારી બનતી હોય પણ એની પાસે કામ કરવવાની જવાબદારી તો આખરે જે તે જવાબદાર તંત્રની જ હોય છે. પણ તંત્રને અનેક વખત જાણ કરી હોવા છતાં તંત્ર ધ્યાન આપતું ન હવે કદાચ ન કરે નારાયણ ને ખાડાને કારણે કોઈ વાહન પલ્ટી જાય અને સામેથી પુરપાટ ઝડપે મોટું વાહન આવતું હશે ત્યારે મોટો અકસ્માત થશે તેવી તેમણે દહેશત વ્યક્ત કરી હવે કોઈ મોટો અકસ્માત સર્જાઈ એ પહેલાં તંત્ર જાગે અને ખાડાનું પાકું રિપેરીગ કરે તેવી માંગ કરી છે.

- text

- text