ઝૂલતા પુલ દુર્ઘટના : ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં FSLની ટીમે તપાસ શરૂ કરી

- text


એસએફએલની ટીમે ઝૂલતાપૂલના નિર્માણ કાર્યથી લઈને ટેકનીકલ ખામીઓ વિશે તપાસ હાથ ધરી

મોરબી : મોરબીમાં ઝૂલતાપૂલ દુર્ઘટનાની તપાસમાં આજે એફએસએલની ટીમે ઝપલાવ્યું હતું અને એસીપીની અધ્યક્ષતામાં એફએસએલ દ્વારા ઝૂલતાપૂલની સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પુલના રીનોવેશનથી લઈને તૂટી પડવાની ઘટનામાં ટેકનીકલ ખામીઓ પણ ચકાસી હતી.

- text

મોરબીના ઝૂલતાપૂલ તૂટી પડવાની ઘટનાની યોગ્ય તપાસ માટે આજે એફએસએલની ટીમ દોડી આવી હતી અને એસીપીની અધ્યક્ષતામાં એસએફએલની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તૂટી પડેલા પુલનું બરોકાઈથી નિરીક્ષણ કરી પુલના રીનોવેશનમાં વપરાયેલી તમામ સામગ્રીની તપાસ કરી હતી અને આ ઘટના પાછળ ટેકનીકલ ખામી જવાબદાર છે કે કેમ તે માટે પુલના તમામ ઢાંચા અને ટેકનીકલ પાસાઓ ચકાસ્યા હતા.હાલ ઘટનાસ્થળે એફએસએલની ટીમ સમગ્ર ઘટના અંગે ઉડી તપાસ કરી રહી હોય એ તપાસ બાદ પોલીસને રીપોર્ટ સોંપશે. એ મુજબ આગળની કાર્યવાહી થશે તેમ જાણવા મળ્યું છે.

- text