ઝૂલતાપૂલ દુર્ઘટનામાં હજુ 24 કલાક પછી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ : જિલ્લા કલેકટર

- text


એક વ્યક્તિ હજુ લાપતા હોવાથી શોધખોળ ચાલુ, કેટલીક ચેનલોએ રેસ્ક્યુ ઓપરેશન બંધ કર્યું એ વાતને સદંતર ખોટી ગણાવી

મોરબી : મોરબીની ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનામાં હાલ મૃત્યુઆંક 134એ પહોંચ્યો છે. જો કે કેટલીક ચેનલો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન બંધ કર્યું તેવી માહિતી પ્રસારિત કરાતા જિલ્લા કલેકટરે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, હજુ એક વ્યક્તિ મિસિંગ હોય 24 કલાક પછી પણ રેસ્ક્યુ ઓપરેશન પુરજોશમાં ચાલુ છે અને રેસ્ક્યુ ઓપરેશન બંધ કર્યાની બાબતને ખોટી ગણાવી અફવાથી ન દોરવા લોકોને અપીલ કરી છે.

જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે ઝૂલતાપૂલ તૂટી પડવાની ઘટના બાદ તંત્ર દ્વારા પુરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાવતા આવ્યું છે. જેમાં ગતરાત્રિથી બે એનડીઆરએફની ટિમો, એસડીઆરએફની બે ટિમો આર્મીની છ પ્લાટૂંન, નેવીની 18 બોટ સાથેની ટીમ, એસઆરપીએફ, ફાયર સ્ટાફ સહિતના દ્વારા આજે 24 કલાક બાદ પણ મચ્છુ નદીમાં રેક્સ્યુ ઓપરેશન પુરજોશમાં ચાલુ છે. ઘટનાસ્થળે રેન્જ આઈજી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના એસપીની નિગારાની હેઠળ આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે હજુ બે વ્યક્તિ લાપતા હોવાની સતાવાર માહિતી મળી છે, જેમાંથી એક વ્યક્તિને ટ્રેસિંગ કરવામાં આવ્યા છે. જ્યારે બીજા વ્યક્તિ ગુણવંતસિંહ હજુ લાપતા હોય એમની શોધખોળ ચાલુ છે. આ સિવાય છેલ્લા 12 કલાક દરમિયાન કોઈ વ્યક્તિ લાપતા હોવાની સતાવાર રીતે માહિતી મળી નથી.

- text

કલેકટરે વધુમાં ઉમેર્યું હતું કે ઝૂલતાપૂલ ઉપર કોઈ ફરવા ગયા હોય અને હજુ લાપતા હોય તો તેમના સ્વજનો હજુ પણ કલેકટર, મામલતદાર, ચીફ ઓફિસરની કચેરીમાં ચાલુ કંટ્રોલરૂમમાં તેમજ હોસ્પિટલમાં જાણ કરી શકે છે.અત્યાર સુધીમાં રેસ્ક્યુ કામગીરી દરમિયાન 224 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 15 વ્યક્તિઓ મોરબીની વિવિધ હોસ્પિટલમાં અને બે વ્યક્તિ રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે હોસ્પિટલમાંથી 73 લોકોને રજા આપી દેવાય છે અને રેસ્ક્યુ ઓપરેશન હજુ 24 કલાક બાદ પણ એટલી ત્વરિત ગતિએ ચાલુ હોય હજુ પણ કોઈ મિસિંગ હોય તો તેની કંટ્રોલ રૂમમાં જાણ કરવા તેમણે અપીલ કરી છે.

- text