ગૌચર ખાલી કરો ! રવાપરમાં સરપંચની રજુઆત સામે હવે માલધારીઓની પણ રજુઆત

- text


માલધારી સમાજે રવાપર ગામની શાળાના માર્ગ ઉપર, ખરા-વાડામાં ગેરકાયદે બાંધકામ અને કોમન પ્લોટમાં દબાણો દૂર કરવાની વળતી જિલ્લા કલેકટરને રજુઆત કરી

મોરબી : મોરબીના રવાપર ગામે ગ્રામ પંચાયત અને માલધારીઓ દબાણ મુદ્દે વારાફરતી રજુઆત કરી છે. અગાઉ સરપંચે ગોચરમાં ગેરકાયદે દબાણ કર્યાની રજુઆત કર્યા બાદ સામાપક્ષે માલીધારીઓ ગામમાં અન્ય દબાણો જેવા કે રવાપર ગામની શાળાના માર્ગ ઉપર, ખરા-વાડામાં ગેરકાયદે બાંધકામ અને કોમન પ્લોટમાં હટાવવાની વળતી રજૂઆત જિલ્લા કલેકટરને કરી છે.

રવાપર ગામના માલધારી સમાજે જિલ્લા કલેકટરને રવાપર ગામમા ગેરકાયદેસર રીતે સરકારી ખરાબામાં કરેલ દબાણ દૂર કરવા બાબતે રજુઆત કરી ગામમાં બીજા મોટા માથાના દબાણો સામે આંગણી ચીંધી છે. જેમાં સ્વાપર ગામાના મુખ્ય માર્ગ મોટી પ્રાથમિક શાળાથી નાની પ્રાથમિક શાળા સુધાનો માર્ગનું દબાણ દૂર કરવું, રવાપર ગામના ખરા તથા વાડામાં ગેરકાયદે બાંધકામ દૂર કરવું, રવાપર ગામતળના માર્ગનું કોમન પ્લોટનું દબાણ દૂર કરવું, રવાપર ગામના તમામ સરકારી ખરાબા, ગૌચર, વાડા, ખરા અને માર્ગો ખુલ્લા કરવા, ગામના તળાવ ઉપર થયેલા દબાણો દૂર કરવા, ગામના માત્ર ઓબીસી માલધારીઓને ટાર્ગેટ કરી માત્ર ત્રણ ખરાબા ખાલી કરવામાં આવે જ્યારે સામે ગામમાં ઠેક ઠેકાણે દબાણો હોય આ તમામ દબાણો નકશા જોઈને તટસ્થ રીતે દૂર કરવાની માંગ ઉઠાવી છે.

- text

- text