વાંકાનેર સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને નાસ્તો – કપડાંનું વિતરણ

- text


વાંકાનેર : દિવાળી નજીક આવી રહી છે ત્યારે જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર ખુશી લાવવાના પ્રયાસના ભાગરૂપે શ્રીમતી એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ ઘરેથી લાવેલા કપડાં અને નાસ્તાનું વિતરણ જરૂરિયાતમંદ 200 જેટલા બાળકોને કર્યું હતું.

એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ દિવાળી પર્વની ઉજવણી સ્વરૂપે ઘરેથી સારા કપડાં, બુટ, ગરમ સ્વેટર, સાડીઓ લાવી હતી અને નાના બાળકો માટે બુંદીના લાડુ, ચોકલેટ અને ટ્રસ્ટ દ્વારા સુકામેવાનું વાંકાનેરના અલગ અલગ વિસ્તારમાં ફરીને જરૂરિયાતમંદ 200થી વધુ બાળકોને આ કપડાં અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાના કાર્યમાં વિદ્યાર્થિનીઓ, વાલીઓ, ટ્રસ્ટીઓ અને દાતાઓનો સહયોગ મળ્યો હતો. જે બદલ સૌનો શાળાના આચાર્ય દર્શનાબેન જાનીએ આભાર વ્યક્ત કર્યો હતો. સેવાનાં આ ઉમદા કાર્યમાં વિશેષ રસ લઈને ટ્રસ્ટના પ્રમુખ લલીતભાઈ મહેતા દ્વારા પણ આવા બાળકો માટે દુર્લભ એવા સૂકોમેવાના પેકેટ અર્પણ કરવામાં આવ્યા હતા.

- text

- text