ગરીબ કલ્યાણ મેળામાં ટંકારા સખી સંઘના 8 મંડળને સહાય ચુકવાઈ

- text


ટંકારા : મોરબી ખાતે તાજેતરમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં મહિલા સશક્તિકરણ અંતર્ગત ટંકારા ગ્રામ સખી સંઘના 8 મંડળને સહાય ચુકવાઈ હતી.

ગરીબ કલ્યાણ મેળામાં એન. આર. એલ. એમ. યોજના (મિશન મંગલમ ) બે ગ્રામ સખી સંઘને સરકાર તરફથી સી.આઈ.એફ. ફંડ મળ્યું છે. જેમાં ટંકારા ગ્રામ સખી સંઘના 8 મંડળને રૂ.1.50 લાખ લેખે રૂ.12 લાખ, ગજડી ગ્રામ સખી સંઘને 4 મંડળને રૂ.1.50 લાખ લેખે રૂ.6 લાખ સી.આઈ.એફ. ફંડ આપવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી જાડેજા એન. આર. એલ. એમ. યોજના ટી.એલ. પંડ્યા, ઇલાબેન, નીતાબેન સહિતનાએ શુભેચ્છા પાઠવી હતી. બાકી અન્ય છ ગ્રુપને રિવોલવિંગ ફંડ એક ગ્રુપને રૂ.30 હજાર લેખે રૂ.1.80 લાખની રકમ રિવોલવિંગ ફંડ પેટે આપી હતી.

- text

- text