મદદની ગુહાર ! વાંકાનેરની દીકરીને હૃદય અને ફેફસાં ના ટ્રાન્સપ્લાન્ટ માટે 35 લાખની જરૂરત

- text


ભણવામાં તેજસ્વી ગરીબ વિધવા માતાની દીકરીનો બીમારીને કારણે અભ્યાસ પણ અટક્યો

મોરબી : વાંકાનેર શહેરમાં રહેતી જીનલ નામની ગરીબ પરિવારની ભણવામાં તેજસ્વી દીકરીને અચાનક બીમારી આવી પડતા આ ગરીબ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. જીનલને હૃદય અને ફેફસાં ના ટ્રાન્સપ્લાન્ટ માટે રૂપિયા 35 લાખની જરૂરત છે. હાલ જિનલની અમદાવાદ સોલા હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લાના દાતાઓ મદદ માટે આગળ આવે તેવી અપીલ કરવામાં આવી છે.

વાંકાનેર ખાતે રહેતી ગરીબ બાળકી જીનલ બળદેવભાઈ ચાવડાને હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ માટે મદદ કરવા સામાજિક અગવેનો દ્વારા બીડું ઉઠાવવામાં આવ્યું છે. ફેફસાં અને હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કુલ 35 લાખ ખર્ચ થનાર છે. આ બાળકી ખુબ ગરીબ પરિવારમાંથી આવે છે અને વિધવા માતાની દીકરી છે, જીનલના માતા આંગણવાડી વર્કર છે. દીકરી ભણવામાં ખુબ હોશિયાર છે, તેને મેડિકલમાં એડમીશન પણ મળ્યું હતું પરંતુ હાર્ટ અને ફેફસાંની ગંભીર બીમારી થતાં 3 વર્ષથી પથારીવશ છે.

- text

હાલમાં જિનલની સારવાર સોલા, અમદાવાદ શહેરની CIMS હોસ્પિટલ માં ડૉ.ધવલ નાયકની દેખરેખ હેઠળ ચાલે છે, અને બાળકીના ટ્રાન્સપ્લાન્ટ ખર્ચ એકઠો કરવા અને બાળકી ને સાજી કરવા CIMS હોસ્પિટલ, ઇમ્પેક્ટ ગુરૂ સંસ્થા અને અગ્રણી સામાજિક આગેવાન અરવિંદ કતપરા એ બીડું ઉઠાવ્યું છે.ત્યારે મોરબીના લોકો આ ગરીબ પરિવારની તેજસ્વી દીકરીના ભવિષ્ય માટે આગળ આવે તેવી સામાજિક અગ્રણી દિલીપ દલસાણીયા, મો. ૮૦૦૦૮૨૭૫૭૭ દ્વારા અપીલ કરી છે.

મદદ આપવા ઇચ્છતા લોકો http://impactguru.com/s/Am4UGW અથવા NEFT / IMPS / RTGS (Transfers to this account number would be allowed from Banks in India only), Account number: 2223330003386337, Account name: Jinal Baldevbhai Chavada, IFSC code: RATN0VAAPIS, Bank Name: RBL Bank માં મદદ પહોંચાડી શકે છે.

- text