રાઈના કુચ્ચામા છુપાવેલા દારૂ સાથે બે શખ્સને ઝડપી લેતી હળવદ પોલીસ

- text


ચરાડવાથી સમલી ગામ જવાના રસ્તે પોલીસની સફળ કામગીરી,એક આરોપી ફરાર

હળવદ : હળવદ પોલીસે વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતારી દરોડા પાડયા હતા જેમાં ચરાડવા ગામથી સમલી જવાના રસ્તે ખરાબામાં રાઈના કુચ્ચામાં છુપાવેલ વિદેશી દારૂની 276 બોટલ સાથે બે આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એકનું નામ ખુલતા પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામથી સમલી જવાના રસ્તે પંચાસર ગામની સીમમાં ખરાબાની જગ્યામાં રાઇના કુચ્ચામાં દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા વિદેશી દારૂની 23 પેટી એટલે કે 276 બોટલ મળી આવતા આરોપી બાબુભાઇ દુદાભાઇ સાનિયા, રે.ચરાડવા, મહેશ આત્મારામ માકાસણા રે.ચરાડવા નામના આરોપી એક મોબાઈલ સહિત કુલ રૂપિયા 87,800ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.

- text

વધુમાં વિદેશી દારૂના આ વેપલામાં આરોપી રોહિત ભાણજી માકાસણા રહે. ચરાડવા વાળાની સંડોવણી પણ ખુલતા હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text