મોરબી મચ્છુ કાંઠેથી 72 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપીઓ ફરાર

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિસિપરા વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠેથી આરોપી રોહિત ઉર્ફે બલ્લુ બાબુભાઇ અગેચણિયા અને કિરીટ બાબુભાઇ અગેચણિયાના કબ્જામાંથી ઈંટોના ભઠ્ઠા નજીક છુપાવેલ જુદી જુદી બ્રાન્ડનો 72 બોટલ દારૂ કિંમત રૂપિયા 40,320 કબ્જે કર્યો હતો. આ દરોડા દરમિયાન બન્ને આરોપીઓ હાજર ન મળી આવતા પોલીસે બન્નેને ફરારી દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text