હળવદ હાઇવે ઉપર ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત

- text


સદભાગ્યે અકસ્માતમાં કોઈ જાનહાની નહિ પણ હાઇવે પણ ભારે ટ્રાફિકજામ થયો

હળવદ : હળવદ હાઇવે ઉપર આજે ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત થયો હતો. સદભાગ્યે આ ગંભીર અકસ્માત કોઈ જાનહાની થઈ નથી.પણ હાઇવે પણ ભારે ટ્રાફિકજામ થતા વાહનોની કતારો લાગી હતી.

વિચિત્ર અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ હાઇવે ઉપર ભારત પેટ્રોલિયમ પાસે રોગ સાઈડમાં ઘસી આવેલા નગરપાલિકાના ટ્રેક્ટર તેમજ ટેઇલર અને બે કાર સહિત ચાર વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ ચાર વાહનો વિચિત્ર રીતે અકસ્માત સર્જાયો હોવા છતાં રામ રાખે તેને કોણ ચાખે…ની ઉક્તિ મુજબ એકેયને સહેજ પણ ઇજા થઇ ન હતી. પરંતુ આ ગંભીર અકસ્માતને પગલે ચારેય વાહનો રોડ ઉપર ફસાય જતા બન્ને બાજુએથી આવતા વાહનોની કતારો લાગવા માંડી હતી અને જોતજોતામાં હળવદના ભારત પેટ્રોલિયમથી છેક સરા ચોકડી સુધી ટ્રાફિકજામ સર્જાયો છે. આ બનાવની જાણ થતાં હળવદ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને ટ્રાફિક કિલિયર કરવાની કામગીરી હાથ ધરી છે.

- text

- text