મોરબી પાલિકા જર્જરિત હોવાથી જીવના જોખમે કામ કરતા કર્મચારીઓ

- text


નગરપાલિકા બિલ્ડીંગ ખંઢેર હાલતમાં ફેરવતા વારંવાર ખરતા પોપડાથી કર્મચારીઓ અને અરજદારો ઉપર જીવનું જોખમ હોવાની લેખિત ફરિયાદ

મોરબી : મોરબી નગરપાલિકા કચેરી ઘણા સમયથી જર્જરિત થઈ ગઈ હોય ગમે ત્યારે આ જર્જરિત બિલ્ડીંગમાંથી પોપડા નીચે પડતા હોવાથી ક્યારે કોનો ભોગ લેવાય એ નક્કી જ નથી. સૌથી મોટી ગંભીર બાબત એ છે કે એ ગ્રેડની ગણાતી નગરપાલિકાની આવી કપરી હાલત છતાં તંત્રની ઉંઘ ઊડતી નથી.નગરપાલિકાનું બિલ્ડીંગ ખંઢેર હાલતમાં હોવાથી વારંવાર પોપડા ખરતા કર્મચારીઓ અને લોકો ઉપર જીવનું જોખમ ઉભું થયું હોવાની ચોંકાવનારી ફરિયાદ સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, અશોક ખરચરીયા, જગદીશભાઇ જી. બાંભણીયાએ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, મોરબી શહેરની એ ગ્રેડની ગણાતી નગરપાલીકાનું બીલ્ડીંગ આજે તંત્રના પાપે ખંઢેર હાલતમાં થઈ ગયું છે. જેમાં કર્મચારીઓ કામ કરતા હોય અને લોકો જયારે નગરપાલીકાએ કોઇ કામ અર્થે આવેલા હોય ત્યારે છતના પોપડા કયારે કોની ઉપર પડે તે નકકી હોતુ નથી. કારણ કે, પોપડા અવાર-નવાર પડતા જોવા મળે છે અને છત તુટી જવાથી ચોમાસાનું વારસાદનું પાણી પણ ઓફીસોમાં પડતુ હોવાથી દસ્તાવેજો-ચોપડા તથા કોમ્પ્યુટર ઇલેકટ્રીક ઉપરણો વિગેરેને ખુબ જ મોટા પાયે નુકશાન થાય છે. નગરપાલીકામાં મોટી દુર્ઘટના બને તેવી શકયતા છે. તો આ દુર્ઘટના બને તે પહેલા જે નવી ઓફીસનું કામ પાછળના ભાગમાં ચાલુ છે તે ગોકળ ગાયની ગતી ચાલી રહેલ છે જે આશરે ત્રણેક વર્ષથી કામ ચાલી રહયુ છે જે આજદિન સુધી પુર્ણ થયેલ નથી અને જો આ ઓફીસ નું કામ કાજ તાત્કાલીક પુર્ણ થઇ જાય તો કર્મચારીઓને નવા બીલ્ડીંગમાં સીફટ કરી શકાય અને અહીં આવતા અરજદારોને પણ રાહત મળી શકે તેમ છે.

- text

વધુમાં જણાવ્યું હતું કે, વાધપરા વિસ્તાર ડો. બળવંતભાઇના દવાખાનાની સામે જે ધમધમતો એરીયો ગણાય છે. અને હજારો માણસો ત્યાંથી નીકળે છે અને સ્કૂલ બસ તથા રીક્ષાઓ વાળા પણ આ એરીયામાંથી નીકળતા હોય છે. તેમજ ખોખાણી શેરી જે હોનારત વખતે બનાવી હતી , તે જર્જરિત હાલતમાં થઇ ગઈ છે અહીંયાથી પણ સ્કૂલે જતા વિધાર્થીઓ નીકળે છે. તેમજ સામક શેરી અવા અનેક વિસ્તારમાં આવા જર્જરીત મકાનો આવેલા છે ભુકંપને આજે ૨૧ વર્ષ થવા આવ્યા તેમ છતાં આ ભુંકપમાં જુના જર્જરિત થયેલા મકાનો મોતનો માંચડો બનીને લટકે છે. જ્યારે નગરપાલિકાની બિલ્ડીંગ પડવાથી કોઈ દુર્ધટના થશે તો તેની જવાબદારી કોની ? કેમ કે ચીફ ઓફીસર તથા નગરપાલીકા પ્રમુખની ચેમ્બર ટનાટન હોય છે અને કર્મચારીઓની ઓફીસ ખંઢેર હાલતમાં છે. આથી તાત્કાલીકના ધોરણે ખંઢેર મકાનોને નોટીસ આપીને તેનો જમીન દોસ્ત કરાવીને દુર્ઘટના બનતી ટાળવાની માંગ કરી છે. તેમ છતાં આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડે તો મુખ્યમંત્રીને પણ રજુઆત કરવાની ફરજ પડશે. તેમ જણાવ્યું હતું.

- text