‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મને મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાંથી મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ

ફિલ્મના કલાકારોએ રાજકોટમાં શાળા-કોલેજ અને મીડિયા હાઉસમાં જઈને કર્યું પ્રમોશન

મોરબી : ફક્ત મહિલાઓ માટે નામની ગુજરાતી ફિલ્મ હાલ થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ત્યારે ફક્ત મહિલાઓ માટે ફિલ્મને મોરબી, રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાંથી પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મના પ્રમોશન માટે રાજકોટ આવેલા ફિલ્મના કલાકારો પણ દર્શકોનો પ્રતિભાવ જોઈને ખુશ થયા હતા.

ફક્ત મહિલાઓ માટે ફિલ્મના મુખ્ય કલાકાર યશ સોની અને દીક્ષા જોશી તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશન માટે રાજકોટ આવ્યા હતા. આ તકે બન્ને કલાકારોએ રાજકોટ શહેરમાં આવેલી ધોળકીયા સ્કૂલ અને મારવાડી યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. શાળા-કોલેજની મુલાકાત દરમિયાન ખાસ કરીને વિદ્યાર્થિનીઓ તરફથી ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ ફિલ્મી કલાકારો સાથે સેલ્ફી લેવા પણ પડાપડી કરી હતી. સાથે જ ફક્ત મહિલાઓ માટે ફિલ્મના કલાકારોએ રાજકોટના વિવિધ મીડિયા હાઉસ અને રેડિયો સ્ટેશન પર જઈને પણ પોતાની ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. ફિલ્મના પ્રમોશન દરમિયાન રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ તરફથી મળેલા સાથ સહકારથી બન્ને કલાકારો અને ફિલ્મની આખી ટીમે ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી.

19 ઓગસ્ટે ફિલ્મ રીલીઝ થઈ

“ફક્ત મહિલાઓ માટે”નું નિર્માણ આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જેનોક ફિલ્મ હેઠળ આનંદ પંડિત અને વૈશાલ શાહે કર્યુ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં યશ સોની, દીક્ષા જોશી, તર્જની ભાડલા, ભાવિની જાની, કલ્પના ગાગડેકર અને દીપ વૈદ્ય છે. ફિલ્મનું નિર્દેશન અને લેખન જય બોડાસે કર્યુ છે. 19 ઓગસ્ટના રોજ રીલીઝ થયેલી ફિલ્મ અત્યારે સિનેમા ઘરોમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. સ્ત્રીઓને સાંભળે છે તો બધા પરંતુ સમજે છે કેટલા? આ ટેગ લાઈન સાથેની ફિલ્મ ફક્ત મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ એટલી જ મહત્વની અને પોઝિટીવ મેસેજ આપનારી છે.

અમિતાભ બચ્ચને આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું

ભારતમાં આ ફિલ્મ 300થી વધુ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ વિદેશોમાં અમેરિકા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં પણ એક જ સમયે રીલીઝ કરવામાં આવી છે. દર્શકોને આ ફિલ્મમાં સરપ્રાઈઝ સદીના મહાનાયકની મળી છે. ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળ્યા બાદ ખૂદ બોલિવૂડ શહેનશાહે ખૂદ આ ફિલ્મમાં અભિનય કરવાની તાલાવેલી દર્શાવી હતી. તેઓ અહમ ભાગ આ ફિલ્મમાં બન્યા છે. અમિતાભ બચ્ચનએ આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ એક્ટિંગ ડેબ્યુ પણ કર્યું છે. એક પણ રુપિયો ફી લીધા વિના તરત જ અભિનય કરવા માટે હા પાડી દીધી હતી. જે આ ફિલ્મની મજબૂત વાર્તાને સૂચવે છે. અમિત બચ્ચેને પણ કહ્યું હતું કે, ફક્ત મહિલાઓ માટે જ નહીં પરંતુ આ બધા માટેની ફિલ્મ છે.

દર્શકો તરફથી મળી રહ્યો છે સારો રિસ્પોન્સ

પ્રથમ દિવસથી જ આ ફિલ્મને અદભૂત રીસ્પોન્સ મળી રહ્યો છે. ઘણા સમય પછી દર્શકોને થીયેટર સુધી ખેંચી લાવવામાં મોટી સફળતા મેળવી છે. ફિલ્મે પહેલા દિવસે 1.34 કરોડ., બીજા દિવસે 1.52 કરોડ, ત્રીજા દિવસે 1.8 કરોડ કમાણી કરી છે. માત્ર સાત જ દિવસમાં 7 કરોડનું કલેક્શન ફિલ્મે કરી લીધું છે. આગામી વીકેન્ડમાં પણ શો બુક થઈ ગયા છે. થીયેટરોમાં દર્શકોની ભીડ આ ફિલ્મ જોવા માટે ઉમટી રહી છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક બેંચમાર્ક સાબિત થઈ છે. ગૂગલમાં આ ફિલ્મનું રેટીંગ 97 ટકા અને બુક માય શોમાં ફિલ્મનું રેટીંગ 94 ટકા છે.

શું છે ફિલ્મની સ્ટોરી ?

આ ફિલ્મની સ્ટોરીમાં 28 વર્ષીય એક મધ્યમ વર્ગીય યવુકની વાત છે જે તેના જીવનમાં સતત મહિલાઓથી ઘેરાયેલો જોવા મળે છે. તે ભગવાનને એવી પ્રાર્થના કરે છે કે, સ્ત્રીઓને સમજવામાં મદદ કરે અને તેની આ ઈચ્છા પૂર્ણ પણ થાય છે. બસ આ જ વાતથી ફિલ્મની વાર્તા આગળ વધે છે અને એક પછી એક અમિતાભ બચ્ચન સહીતના રોચક કલાકારો ફિલ્મની સ્ટોરીમાં જોવા મળે છે. શરુઆતથી લઈને ફિલ્મની સ્ટોરીના અંત સુધી દર્શકોને જકડી રાખે છે.


ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મને મોરબી, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ..

ફિલ્મના કલાકારોએ રાજકોટમાં શાળા-કોલેજ અને મીડિયા હાઉસમાં જઈને કર્યું પ્રમોશન..જુઓ વિડિયો..