મોરબીના વસંત પ્લોટમાં ગણપતિ દાદાને શાકભાજીનો શણગાર

- text


આજુબાજુ એપાર્ટમેન્ટના લોકોએ સવાર સાંજ આરતી અને પૂજા અર્ચના કરીને દુંદાળા દેવની આરાધના કરે છે

મોરબી : મોરબીના દરેક વિસ્તારમાં ગણપતિ દાદાની સ્થાપના અને પૂજા અર્ચના વચ્ચે વસંત પ્લોટમાં આવેલ યોગી એપાર્ટમેન્ટમાં દુંદાળા દેવની અનોખી રીતે આરાધના કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જેમાં લોકોએ ગણપતિ દાદાને શાકભાજીનો શણગાર કરીને રાષ્ટ્ધ્વજના કલરનો હાર પહેરાવી તેના ઉપર રંગબેરંગી રોશની કરીને ગણપતી દાદાના દિવ્ય સ્વરૂપની ઝાંખી કરાવી છે.

મોરબીના વસંત પ્લોટમાં આવેલ યોગી એપાર્ટમેન્ટમાં ગણપતિ દાદાની ભવ્ય રીતે સ્થાપના કરીને નિત્ય પૂજા અર્ચના કરવામાં આવી છે. આ ગણપતિ મહોત્સવમાં કઈક નોખું અનોખું એટલે જુદી જ રીતે ભક્તિ કરવામાં આવી છે. જેમાં બટાકા, ગવાર, રીંગણ, કાકડી, લીંબુ, ફલાવર એમ દરેક પ્રકારના શકભાજીનો ગણપતિ દાદાની વિશેષ રીતે શણગાર કરવામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક રહેવાસી જાનવીબેન કુશલભાઈ ભલાડે ભક્તિભાવ પૂર્વક જણાવ્યું હતું કે, આમ તો અહીંયાના દસ જેટલા એપાર્ટમેન્ટમાં લોકો ઘરોમાં ગણપતિ દાદાની સ્થાપના કરીને પૂજા કરતા હોય છે.પણ આ વખતે બધાયે ભેગા મળીને આયોજન કર્યું છે મોટી ગણપતિ દાદાના મૂર્તિ ઉપરાંત દસેય એપાર્ટમેન્ટના ગણપતિ રાખી આધુનિક રીતે કેક તેમજ ફળ અર્પણ કરીને ભક્તિ કરાઈ છે. જો કે ઠાકોરજીને આંગી કરાતી હોય પણ દરેક શુભ કાર્યોમાં પૂજાતા વિઘ્નહર્તાને આજે શાકભાજીની આંગી કરી રાષ્ટ્રધ્વજના કલર રૂપી હાર પહેરાવી તેના ઉપર રોશની કરીને ગણપતિ દાદાના દિવ્ય રૂપના દર્શન કરીને લોકો અભિભૂત થયા છે.

- text

- text