હળવદના ગ્રીનપાર્કમાંથી મહિલા લાપતા

- text


હળવદ : હળવદ શહેરની ગ્રિનપાર્ક સોસાયટીમા ભાડાના મકાનમા રહેતા મૂળ સુરેન્દ્રનગરના વતની આશાકુમારી કાળુભાઇ વાઢેર ઉ.40 નામના મહિલા ગત તા. 30ના રોજ બપોરના સમયે ઘેરથી કોઈને જાણ કર્યા વગર ચાલ્યા જતા તેમના ભાઈ બ્રિજેશભાઇ કાળુભાઇ વાઢેરે હળવદ પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે. લાપતા થનાર આશાકુમારીનો શરીરે મજબુત બાંધો છે, રંગે ઘઉંવર્ણા, મોઢુ ગોળ, ઉચાઇ આશરે ૫, ફુટ જેટલી અને આંખો કાળી છે. જો કોઈને તેમના અંગે જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અનુરોધ કરાયો છે.

- text