વાંકાનેરમાં રીક્ષા ગેંગ ઝળકી, પ્રફુલાબેનનો સવા ત્રણ તોલાનો ચેન ગ્યો

- text


મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેઠેલી બે મહિલાઓએ વૃદ્ધાને શિકાર બનાવ્યા

વાંકાનેર : વાંકાનેરમાં ઓટો રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસી લોકોને લૂંટી લેતી ગેંગ ઝળકી હતી અને બે મહિલાઓએ એક વૃદ્ધાને નિશાન બનાવી ત્રણથી સવા ત્રણ તોલાના દોઢ લાખની કિંમતના સોનાના ચેનની તફડંચી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર માર્કેટ ચોકથી રિક્ષામાં બેઠેલા પ્રફુલાબેન સુરેશભાઇને રિક્ષામાં સાથે બેઠેલી બે અન્ય મહિલાઓએ પટેલ બંધુસમાજ દવાખાના સુધીમા પ્રફુલાબેનની નજર ચૂકવી અંદાજે દોઢેક લાખની કિંમતના ત્રણથી સવા ત્રણ તોલા વજનના ચેનની તફડંચી કરી હતી.

- text

બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે પ્રફુલાબેનની ફરિયાદને આધારે અજાણી રીક્ષાનો ચાલક તથા તેમા બેઠેલ અજાણી બે સ્ત્રી તથા તપાસમા ખુલે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૭૯(એ)(૩)૧૧૪, મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text