શેરીમાં ઊગી નીકળેલા ઘાસ કાઢવા મામલે ધોકા, પાઇપ, ધારીયાથી પડોશીનો હુમલો

- text


હળવદના નવા માલણીયાદ ગામે બનેલા બનાવમાં ત્રણ ઘાયલ, આઠ વિરુદ્ધ ફરિયાદ

મોરબી : હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે શેરીમાં ઉગેલા ઘાસ કાઢવા મામલે પાડોશી પરિવારે એક સંપ કરી ત્રણ લોકો ઉપર પાઇપ, ધારીયા અને ધોકા વડે હુમલો કરતા આઠ ઈસમો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા ફરિયાદી ઘનશ્યામભાઇ માવજીભાઇ કણઝરીયા પોતાના ઘર પાછળથી ઘાસ ઊગી નીકળું હોય તે કાઢતા હતા ત્યારે પડોશમાં રહેતો રતિલાલ નામનો ઈસમ ત્યાં આવ્યો હતો અને શા માટે ઘાસ કાઢશ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.

બાદમાં આ રતિલાલ અને તેનો પરિવાર પાઇપ, ધારીયા અને ધોકા લઈને ધસી આવી ફરિયાદી ઘનશ્યામભાઇ, તેમના ભાઈ ત્રિભોવનભાઇ તથા ભાભી કંચનબેનને મારવા લઈ ધોકા, ધારીયા અને પાઇપ વડે હુમલો કર્યો હતો ઉપરાંત આ ઇસમોના પરિવારની મહિલાઓએ પથ્થરના છુટા ઘા કરતા ત્રણેયને ઇજાઓ પહોંચતા પ્રથમ હળવદ, બાદ મોરબી અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

- text

બીજી તરફ આ હીંચકારા હુમલા અંગે ફરિયાદી ઘનશ્યામભાઈએ હળવદ પોલીસ મથકમાં હુમલાખોર રતીલાલ મુળજીભાઇ પરમાર, ભગવાનજીભાઇ મુળજીભાઇ પરમાર, કિશોરભાઇ મુળજીભાઇ પરમાર, મુળજીભાઇ હરજીભાઇ પરમાર, રુખીબેન મુળજીભાઇ પરમાર, મનિષાબેન કિશોરભાઇ પરમાર, ભાવનાબેન રતિલાલભાઇ પરમાર અને ભગવાનજીભાઇની પત્ની, રહે. તમામ નવા માલણીયાદ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૩૨૫,૩૩૭,૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text