દિઘડીયા ગામે નર્મદા કેનાલ પાસે પાઇપલાઇનમાં ભંગાણ, પાણીનો ધોધ વછુંટયો

- text


13 ગામોને પિવાના પાણીની મેઇન લાઇનમા ભંગાણથી પાણીનો બેફામ બગાડ

હળવદ : હળવદના દિઘડીયા ગામે નીકળતી નર્મદા કેનાલ પાસે પાઇપલાઇનમા ભંગાણ થતા જ પાણીનો ધોધ વછૂટ્યો હતો. આખો વિસ્તારમાં પાણી પાણી થઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આથી 13 ગામોને પિવાના પાણીની મેઇન લાઇનમા ભંગાણના કારણે પાણીનો બેફામ બગાડ થયો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના દિઘડીયા ગામે નીકળતી નર્મદા કેનાલ પાસે પાઇપલાઇનમા ભંગાણ થયું હતું. પાણીની પાઇપલાઇનમાં મોટું છિદ્ર થતાની સાથે પાઇપલાઇનમાંથી ઉચા-ઉંચા પાણીના ફુવારા ઊડયા હતા અને આખો વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. પાણી નદીના વહેણની જેમ વહેલા લાગતા મોટી માત્રામાં પાણી વહી ગયું હતું. જ્યારે હળવદ ચીત્રોડી સહિતના ગામોમા 10 દિવસથી પિવાનુ પાણી નથી મળ્યુ તો બીજી તરફ પાણીનો બગાડથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને 13 ગામોને પિવાના પાણીની મેઇન લાઇનમા પાણીનો બેફામ બગાડ થયો હતો. પાણીનો બેફામ બગાડ પણ રીપેર કરવા વાળુ કોઇ જ નહી તંત્ર ઘોરનિદ્ધમા હોય તેમ હજુ સુધી પાણીનો ધોધમાર રીતે બગાડ થઈ રહ્યો હોવાથી તંત્ર આ પાણીનો બગાડ અટકાવવા તાત્કાલિક પાઇપલાઇનનું ભાંગણ રીપેર કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text