કાલે સોમવારે વાંકાનેર બંધનું એલાન મોકૂફ

- text


 

ગણેશ ગ્રાઉન્ડ માટે મંજૂરી મળી જશે તેવી ખાતરી મળતા નિર્ણય, ઉપવાસ આંદોલન યથાવત રહેશે

વાંકાનેર : ગણેશ ગ્રાઉન્ડ માટે મંજૂરી મળી જશે તેવી ખાતરી મળતા આવતીકાલે સોમવારના રોજ વાંકાનેર બંધનું એલાન મોકૂફ રાખવામાં આવ્યું છે. જો કે જીતુભાઇ સોમાણી દ્વારા ઉપવાસ આંદોલન તો ચાલુ જ રાખવામાં આવનાર છે.

ગણેશ ઉત્સવના ગ્રાઉન્ડ મુદ્દે જીતુભાઈ સોમાણી દ્વારા છેલ્લા સાત દિવસના ઉપવાસ આંદોલન અનુસંધાને ગઈકાલે શનિવારના રોજ રાત્રે ઉપવાસ છાવણી ખાતે મળેલ મિટિંગમાં ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી એસોસિએશન, સામાજીક સંસ્થાઓ તેમજ સામાજિક અગ્રણીઓની હાજરીમાં મળી હતી જેમાં સોમવારે વાંકાનેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

- text

સામાજીક અગ્રણી પ્રદીપસિંહ (પી.ટી.) રાણાના કહેવા પ્રમાણે તેઓ પર વિશ્વાસ મૂકી આ ગ્રાઉન્ડની મંજૂરી સોમવાર ૨૯-૮-૨૦૨૨ના રોજ મળી જશે. તેવી પી.ટી રાણા દ્વારા ખાતરી આપ્યા બાદ સોમવારના રોજ બંધનું એલાન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. તેમજ જીતુભાઈ સોમાણી દ્વારા વધુમાં જણાવ્યા મુજબ ઉપવાસ આંદોલન મંજૂરી ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે. ફક્ત ગામ બંધનું એલાન જ હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે .ઉપવાસ આંદોલન મંજૂરી મળ્યા બાદ જ પારણા કરી પુરૂ કરવામાં આવશે.

 

 

- text