દર્દીઓની સુવિધા અને જનજાગૃતિ અર્થે મોરબી લેબોરેટરી ટેક્નિશિયન એસો.ની મિટીંગ મળી

- text


 

મોરબીઃ મોરબી વિસ્તારના દર્દીઓને સારી સુવિધા મળી રહે અને જનજાગૃતિના હેતુથી મોરબી લેબોરેટરી ટેક્નિશિયન એસોસિએશનની મિટીંગ મળી હતી જેમાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

સર્વે હોદ્દેદારોની હાજરીમાં મળેલી આ મિટીંગમાં આગામી સમયમાં લેબોરેટરી ટેક્નિશિયન દ્વારા દર્દીઓને સારી સુવિધા અને સારા રિપોર્ટ અને દર્દીઓને કોઈપણ રોગનું પૃથક્કરણ સારી રીતે થઈ શકે તે માટે સૌ કટિબદ્ધતા દાખવી હતી. સારા સાધનો અને અનુભવી ટેક્નિશિયનો દ્વારા દર્દીઓના રિપોર્ટ ચોક્કસાઈ રીતે થાય તે માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ એકબીજાના જ્ઞાન અને અનુભવોની આપ-લે કરવામાં આવી હતી.

- text

આ મિટીંગમાં મોરબી લેબોરેટરી ટેક્નિશિયન એસોસિએશનના વેસ્ટ ઝોનના પ્રમુખ તરીકે સહદેવસિંહ ઝાલા (ઓમ લેબોરટરી), વાઇસ સેક્રેટરી હર્ષદ કાવઠીયા (નિર્મલ લેબોરટરી), ટ્રેઝરર પરેશ સોલંકી (ખુશી લેબોરટરી)ની નિમણૂ કરાઈ હતી. આ તરીકે એસોસિશનના મોરબી જિલ્લાના પ્રમુખ હિતેશભાઈ નકુમ (કેશવ લેબોરેરી) અને સર્વે લેબોરેટરી સંચાલકો હાજર રહ્યા હતા.

- text