સોમાભાઈ પટેલ ફરીથી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા

- text


મોરબી : ચૂંટણી ગુજરાત વિધાનસભાની જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એક પછી એક મુદ્દાઓ સામે આવી રહ્યા છે. ત્યારે નેતાઓના પક્ષ પલટા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહેલા નેતાઓ ઘણા સામે આવ્યા છે પરંતુ કોંગ્રેસમાં વાપસી કરી હોય તેવા કોઈ દિગ્ગજ નેતા સામે નથી આવ્યા ત્યારે ચૂંટણી પહેલા સોમા પટેલને લઈને અટકળો અત્યારથી જ વહેતી થઈ છે. સોમાં પટેલ ફરીથી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા છે. લીંમડી સીટ પરથી અગાઉ ચૂંટાયેલા નેતા કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા છે. સોમાં પટેલે કહ્યું કે, હું ચૂંટણી લડીશ જો કે, આ સિવાય તેમને મીડિયા સમક્ષ કંઈ ફોડ પાડી નથી.

- text

અગાઉ સોમા પટેલે કોંગ્રેસમાથી રાજીનામું આપ્યું હતું ત્યારે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ નેતા સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર તેઓ પ્રભારી રઘુ શર્માને સર્કિટ હાઉસ ખાતે મળવા માટે પહોંચ્યા હતા. જેથી સોમા પટેલની કોંગ્રેસમાં જોડાવવાની શક્યતા છે. અગાઉ ધારાસભ્યની સાથે સાંસદ પણ રહી ચૂક્યા છે. રાજકારણાં તેઓ ચૂંટણી પહેલા સક્રીય થયા છે. ચૂંટણી આવતા કોઈ પણ પાર્ટીમાંથી લડવા માટે તૈયાર છે. વાપસીની તૈયારી થઈ રહી છે ત્યારે શું શરતો મૂકે છે. તેને લઈને પણ સવાલો છે. જેથી ચૂંટણી પહેલા કંઈક નવા જૂની આ મામલે થઈ શકે છે. વિધાનસભાની ચૂંટણીની આ વર્ષ છે ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને કંઈક નવા જૂની થઈ શકે છે.

- text