એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલાના વિરોધમાં કાલે ગુરુવારે મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

- text


મોરબી : સુરતના એડવોકેટ મેહુલભાઈ બોઘરા ઉપર થયેલા હુમલાના વિરોધમાં આવતીકાલે ગુરુવારે મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે, જે અંગેનો આજે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે.

મોરબી બાર એસોશિએસન પ્રમુખ એડવોકેટ જીતુભા જાડેજાએ આ મામલે જણાવ્યું હતું કે સુરતના એડવોકેટ મેહુલભાઈ બોઘરા ઉપર થયેલા હીંચકારા હુમલાના વિરોધમાં મોરબી વકીલ મંડળના તમામ વકીલમિત્રો તા.25ને ગુરુવારના રોજ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે.

- text

વધુમાં સુરતના એડવોકેટ મેહુલભાઈ બોઘરા ઉપર થયેલ હીચકારી હુમલાને મોરબી બાર એસોશિએશન સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અને આ ગુનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહી અને તટસ્થ તપાસ કરવા ગૃહમંત્રીને અનુરોધ કરી આરોપીઓ તરફે કોઈપણ વકીલે નહી રોકાવવા માટે અનુરોધ કરવામાં આવે છે. તથા આવતી કાલે તા. ૨૫/૦૮/૨૦૨૨ ના રોજ એક દીવસ માટે કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેશે તેમજ આ બનાવ સંબંધે વિરોધ દર્શાવવાનુ કરવાનુ સર્વાનુમતે ઠરાવવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું.

- text