વરસાદ અપડેટ : બુધવારે બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં 16 ઓગસ્ટની રાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે. ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. આજે બુધવારે બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં મોરબીમાં વધુ 14 mm, ટંકારામાં 12mm, માળીયામાં 14 mm, વાંકાનેરમાં 0 mm તેમજ હળવદમાં 16 mm વરસાદ નોંધાયો છે.

- text

જ્યારે મોરબીમાં ગત રાત્રીના બે ઇંચ અને ટંકારામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યા બાદ આજે બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા કુલ વરસાદની વિગત જોઈએ તો મોરબીમાં 18 mm, ટંકારામાં 23 mm, માળીયામાં 23 mm, વાંકાનેરમાં 7 mm તેમજ હળવદમાં 19 mm વરસાદ નોંધાયો છે. (નોંધ : કુલ 25 mm વરસાદએ 1 ઇંચ વરસાદ થાય)

- text